Recent Posts

Header Ads

વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)

સામગ્રી :- 2 નંગ તોતા કેરી અથવા કેસર કેરી, અથવા રાજાપુરી કાચી કેરી ટુકડા. 1 વાટકો ગોળ. 1 ચમચી રાઈ. 1 ચમચી જીરૂ આખુ. 4 નંગ લવિંગ. 2 નંગ તજ. 3 નંગ લાલ સુકા મરચા. 1 ચમચી હિંગ. 1 મોટો ચમચો અદાણી મેથીના મસાલો. 1 ચમચી મીઠું. 1 ચમચી હળદર પાઉડર. 1 ચમચી લાલ મરચું પાઉડર કાશ્મીરી. 1 ચમચી વરિયાળી. 1 ચમચી તલ... 3 ચમચા તેલ વઘાર માટે. પગલાં કેરીના ટુકડા કરી તેમાં મીઠું અને હળદર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હિંગ,તજ લવિંગ તમાલપત્ર,બાદિયા ફુલ સુક્કા લાલ મરચાં નો વઘાર કરો. પછી તેમાં કેરીના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી ચડવા દો.થોડા ઢીલાં પડે એટલે તેમાં મેથી મસાલો ઉમેરી ને હલાવતા રહો. તેબફાવા લાગે એટલે તેમાં ગોળ નાખી ને હલાવતા રહો ધીમે તાપે તેમાં લાલ મરચાં પાઉડર ઉમેરો.ગેસ બંધ કરી લો.તેમાં તલ, વરિયાળી ઉમેરો અને ગેસ આથી ઉતારી લો. ઠંડુ પડે એટલે તે કાચ કે સિરામિક બરણીમાં ભરી લેવું. તે આખું વર્ષ સારું રહે છે.

Post a Comment

0 Comments